પ્રેમરંગ । ભારતીય મોનાલીસા " બણીઠણીં" ।દરબારશ્રી પૂંજા વાળા । Prem Rang ...



પ્રખ્યાત લોકવાર્તાકાર આદરણીય દરબાર શ્રી પૂંજા વાળાએ એક અદભુત પ્રેમકથા આલેખી છે.
રાજસ્થાની ચિત્રકલા શૈલી માં આપ સહુએ " બણીઠણીં "નું આ ચિત્ર સહુએ જોયુંજ હશે અને બહુ ઓછા લોકોને તેનું નામ અને તેની પાછળનો ઇતિહાસ ખબર હશે.જી હા આ ચિત્ર રાજસ્થાનના કિશનગઢ ના મહારાજા સાવંતસિંહ (ઈ.સ.1748-1757) નું બનાવેલું છે, જેને " ભારતીય મોનાલીસા" નું બિરુદ મળેલ છે.સ્વરૂપવાન શાસ્ત્રીય ગાયિકા " બણીઠણીં "નું આ ચિત્ર વિશ્વભર માં પ્રસિદ્ધ છે અને ભારત સરકારે તેને ટપાલ ટિકિટ માં પણ સ્થાન આપ્યું છે." બણીઠણીં " અને મહારાજા સાવંતસિંહ નો દિવ્ય પ્રેમ અનેક પ્રચલિત છંદો અને કાવ્ય અને કાવ્યશાસ્ત્રો ને જન્મ આપતો ગયો.રસચંદ્રિકા,બિહરિચંદ્રિકા ,ઉત્સવમાલા,પદમુક્તાવલી,રસિક રત્નાવલી સહીત 50 જેટલા ગ્રંથ મહારાજા સાવંતસિંહે "નાગરીદાસ" ના ઉપનામ થી લખ્યા.શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ ને કારણે તેમની છંદ શૈલી ઉત્તરભારત , વ્રજ,ભોજપુરી ભાષા પદ્ધતિને વધુ મળતી આવી હોવાથી વૈષ્ણવ સંપ્રદાયમાં પણ ખુબજ પ્રસિદ્ધિ પામ્યા.આવા અદભુત અને વિશ્વિખ્યાત વિભૂતી સમાન મહારાજા સાવંતસિંહ વિષે આવો જોઈએ અને જાણીએ " પ્રેમરંગ "

No comments:

Post a Comment