ભજન | જપ લે હરિકા નામ | નારાયણસ્વામી | JAP LE HARI KA NAAM | NARAYANSWAM...





નામ લિયો ઇને સબ પિયો સકલસાસ્ત્ર કો ભેદ

બિનાનામ નર્કે ગયો પઢ પઢ ચરો વેદ

નામ સુ તિરથ નામવ્રત નામ સનંભુ કામ

એક અક્ષર તત્વભર જિવ્હા જપ શ્રી રામ



જપલે હરિ કા નામ મનવા

જપલે હરિ કા નામ.

ઉસકે નામશે બન જાયેંગે

તેરે બીગડે કામ મનવા.

જપલે હરિ કા નામ

જપલે હરિ કા નામ.



નામ તો વો ધન હે જો નિરધનકો

ધનવાન બનાદે.

નામ હી નર કો નારાયણ કી એક

પહેશાન કરાદે.

મતલબ એક હે રામ કહે તુ

યા કહદે રહેમાન મનવા

જપલે હરિ કા નામ મનવા



સપને કો અપનાહી સમજે રેત

કે મહેલ બનાયે.

પડસાઇ કે પીસે ભાગે હાથ કશું

ના આયે.

નામ કે પેડ કી સાવતલે તુ

કરલે કુસ વિશ્રામ મનવા .

જપલે હરિ કા નામ મનવા

જપલે હરિ કા નામ.!

ભજન | કાયારાણી નો વિલાપ | નારાયણસ્વામી | KAYARANI NO VILAP | NARAYANSWAM...





શાને કરે છે વિલાપ …
સ્વર: નારાયણ સ્વામી …
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે …જી
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કયા રાણી રે … એમ જીવ રાજા કે’છે ..
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે, તું વિલાપ રે … જી
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
ઘણા દિવસનો, ઘરવાસ આપણે
એ .. ઘણા દિવસનો ઘરવાસ રે … જી
મૂકીને ન જાઉં મને એકલી …(૨)
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …
હે મમતા મૂકી દે, માંયલી
હવે અંતરથી છોડી દે આશ ..
મમતા મૂકી દે માયલી ને
હવે અંતરથી છોડી દે આશ રે …જી
રજા નથી મારા રામની
મને રજા નથી મારા રામની … કાયારાણી રે ..
એમ જીવ રાજા કે’છે …
રજા નથી મારા રામની …(૨)
કાયારાણી રે …
એમ જીવ રાજા કે’છે …
અઘોર વનની માયા જીવ રાજા
અઘોર વનની માયા રે …જી
મૂકી ન જાઉં મને એકલી ..
તમે મૂકી ન જાઉં, મને એકલી … જીવ રાજા રે ..
એમ કાયારાણી કે’છે …
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી …(૨)
કાયારાણી રે …
એમ જીવ રાજા કે’છે …
શાને કરો છો વિલાપ હવે
શાને કરે છે વિલાપ હવે રે
ઓચિંતાના મૂકામ આવ્યા .. (૨)
કાયારાણી રે …એમ જીવ રાજા કે’છે …
એ ક્યારે થશે … (૨) હવે મિલાપ …
જીવ રાજા આપણો ..
ક્યારે થશે મિલાપ રે ..
વચન દઈને સિધાવજો
તમે વચન દઈને સિધાવજો ..
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે રે …
હતી ભાડૂતી વેલ કાયારાણી
હતી ભાડૂતી વેલ રે …
હતી ભાડૂતી, એ આ વેલ, કાયારાણી
હતી ભાડૂતી વેલ રે …
આતો લેણ–દેણના સંબંધ છે
લેણ-દેણના સંબંધ છે, કાયારાણી રે ..
એમ જીવ રાજા કે’છે …
એ.. દૂર નથી, મૂકામ આપણો હવે
દૂર નથી મૂકામ રે …
મને આટલે પહોંચાડી, સિધાવજો …
આટલે પહોંચાડીને સિધાવજો,
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …
શાને કરે છે વિલાપ, કાયારાણી
શાને કરે છે વિલાપ રે ..
તારે ને મારે હવે કાંઈ નથી …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
એ .. હવે છેલ્લા રામ રામ કાયારાણી
હવે છેલ્લા રામ રામ રે ..
જાઉં ધણીના દરબારમાં …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
પુરષોત્તમના સ્વામી શામળા
ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે ઈ સર્વના ..
સાચા સગા છે ઈતો સર્વના ..
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
પુરષોત્તમના સ્વામી શામળા
ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે ઈતો સર્વના …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે ..
શાને કરે છે વિલાપ, કાયારાણી
શાને કરે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
એમ જીવ રાજા કે’છે
એમ જીવ રાજા કે’છે

ભજન | નારાયણસ્વામી | સબ તિરથ કરી આઈ તુંબડીયા | Bhajan |SAB TIRATH | NARA...



સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
રાખ મિલાકર પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ
અર્મૃત જલ ભર લાઈ
સંતન કે મન ભાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
યે બાતા સબ સત્ય સુનાઈ જુઠ્ઠ નહિ હૈ મેરે ભાઈ
દાસ સતાર તુંબડીયાં ફિર તો
કરતી ફીરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....