પુરુષોત્તમ માસ મંત્ર-અધિક માસ સ્પેશિયલ | નોનસ્ટૉપ | Purushottam Maas Mantra Nonstop


                                                                 

નમસ્કાર , પુરુષોત્તમ માસ - અધિક માસ નિમિત્તે ખાસ સંશોધન કરી ચતુ:શ્લોકી ભાગવત મંત્ર તથા પુરુષોત્તમ માસ મંત્ર તેના સંક્ષિપ્ત મહાત્મ્ય સાથે પાંચ મિનિટ નો મંત્ર,60 મિનિટ ના પુરઃશ્ચરણ સાથે મૂકવામાં આવ્યો છે, પુરુષોત્તમ માસ માં રોજ મંગલ પ્રભાતે સાંભળી અને પઠન કરવાથી યથેચ્છ ફળ ની પ્રાપ્તિ થાય છે એવું શાસ્ત્રોમાં વર્ણન છે. © નિર્માતા : આદિત્ય મલ્ટીમીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ Information ♪ Song : Purushottam Maas Mantra Nonstop ♪ Producer: Aditya Multimedia & Entertainment ♪ Lyrics: Traditional ♪ Music: Utpal Jivrajani ♪ Singer: Utpal Jivrajani ♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot® ♪ Editing-Compilation: Utpal Jivrajani © All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot --------------------------------------------------------------------------------- 👇🎧🎧🎧 સમાવિષ્ટ કીર્તનો 🎧🎧🎧👇 --------------------------------------------------------------------------------- पौराणिक शास्त्रों के अनुसार पुरुषोत्तम मास में भगवान श्रीहरि व शिवजी, रामभक्त हनुमान का पूजन करना अत्यंत फलदायी है। अक्षय पुण्य की प्राप्ति तथा जीवन के समस्त पीड़ा, कष्टों तथा परेशानियों से मुक्ति के लिए हमें पुरुषोत्तम मास में निम्न एक मंत्र का निरंतर स्मरण करना चाहिए। मलमास का यह मंत्र तब अधिक पुण्य फल देता है, जब इस मंत्र का जप करते समय पीले वस्त्र धारण किए गए हो। इसके साथ ही पूजा, हवन, कथाओं का श्रवण तथा दान करना भी लाभकारी माना गया है। गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्। गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्।। ओम नमो भगवते वासुदेवाय। ऊं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्।। शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम। विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम। लक्ष्मीकान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म। वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम।। नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे। सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:।। चतु:श्लोकी भागवत मंत्र ये चार मंत्र सबसे पहले भगवान विष्णु ने ब्रह्मा जी को सुनाया था. इसके बाद ब्रह्मा जी ने नारद मुनि को सुनाया, फिर नारद मुनि ने इस चतु:श्लोकी भागवत मंत्र को वेद व्यास जी को सुनाया था. बाद में इन्हीं चतु:श्लोकी भागवत मंत्र की मदद से व्यास जी ने 18 हजार श्लोकों के श्रीमद्भागवत महापुराण की रचना किया. ऐसा भी माना जाता है कि मलमास या पुरुषोत्तम मास में इन चतु:श्लोकी भागवत मंत्र को पढ़ने से सभी पाप ख़त्म हो जाते हैं. ये हैं भगवान विष्णु के मुख से निकले 4 श्लोक या मंत्र- {1} अहमेवासमेवाग्रे नान्यद् यत् सदसत् परम्। पश्चादहं यदेतच्च योऽवशिष्येत सोऽस्म्यहम् ॥ {2} ऋतेऽर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि। तद्विद्यादात्मनो मायां यथाऽऽभासो यथा तमः ॥ {3} यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु। प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम्॥ {4} एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनाऽऽत्मनः। अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा॥

Purushottam Maas Mantra

આંબુડું જાંબુડું | પુરુષોત્તમ માસ પૂજા ગીત | Ambudu Jambudu | Lyrical Video | Purushottam Maas Pooja


નમસ્કાર ,
પુરુષોત્તમ માસ નિમિત્તે કાંઠા ગોર ની પૂજા, ગોરમા ની પૂજા, ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ ની પૂજા વખતે બહેનો દ્વારા ગાવા મા આવતું " આંબુડું જાંબુડું" તેના શબ્દો સાથેનો - Lyrics Video  આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ ,ગુજરાત ના વિવિધ ભાગો માં મુખ્યત્વે ત્રણ  પ્રકાર થી ગવાતા આ પારંપરિક ગીતો સંપાદન કરી ને મૂક્યા છે જે આપને જરૂર  ગમશે. આ ગીત નાં શબ્દો સહુને શેર કરશો તો તમને પણ આપણી પરંપરા જાળવી રાખ્યાનો સંતોષ મળશે.
———————————-
પુરષોત્તમ માસ સ્પેશ્યલ “ આંબુંડુ-જાંબુડુ”

સંપાદક : ડૉ. ઉત્પલ જીવરાજાની 

આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ, ઈશ્વર ને ઘેર પારવતી ,
રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે, 
સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન પીધાજી ,આટલા નામ લીધાજી,
જાત્રા કરવા નિસર્યા ,જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી 
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો, ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય 
સુખડા લ્યો શ્રી રામના

Ambudu Jambudu-2 

આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની, 
વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં, 
હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં, શંકર ને ઘેર પારવતી , બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી,
વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામ ને ઘેર સીતાજી,કૃષ્ણ ને ઘેર રાધાજી,ગોર ને ઘેર ગોરાણી , 
જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી, 
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
ડાળીએ બેઠા દામોદર 
પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ, 
સુદામાની ઝુંપડી, ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી, સુખડાં લ્યો શ્રી રામના

 Ambudu Jambudu-3 

આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી,
નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
 ગાય રે ગાય, તું મોરી માય, 
નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી, 
ગંગાજળ પાણી પીવા જાય, પાણી પી ને પાછી વળી, 
સામા મળ્યા વાઘ ને સિંહ, વાઘ કયે હું ગાય ને ખાઉં, 
સિંહ કયે ખવાય નઈ, ગાયના દૂધ મહાદેવને ચડે, 
ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો ચોકો થાય, 
સોનાની શીંગડી, રૂપાની ખરી, ગાયની પૂંછડી હીરલે જડી, 
ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકામરાય, પૂરણ પુરુષોત્તમરાય, સુખડા લ્યો શ્રી રામના.
💐🙏🏻💐



 

 

                        

                         Shrinathji Kirtan- Bhajman Girivardhari - Gujarati Lyrics                                

                                               

 ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથ

તેરી લીલા સબસે ન્યારી ન્યારી શ્રીનાથજી

ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી

હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા

હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા

 

વૈષ્ણવ કે પ્યારે શ્રીનાથજી

આધાર હમારે શ્રીનાથજી

તન મન મેં બસે  હૈ શ્રીનાથજી

કણ કણ મેં બસે હૈ શ્રીનાથજી

ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી

ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી

હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા

હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા

 

વૈષ્ણવ પ્રેમસે બોલો શ્રીનાથજી

સારે ભાવ સે બોલો શ્રીનાથજી

અંતર્નાદ સે જપો રે શ્રીનાથજી

જય જય શ્રીનાથજી, જય જય શ્રીનાથજી

ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી

ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી

હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા

હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા

 

શ્રીજી કી છબી સુંદર પ્યારી

હમ તો શરણ તિહારી શ્રીનાથજી

તેરી મોહિની મૂરત સબસે પ્યારી

તેરે ચરણ કમલ પર જાઉ વારી

ભજમન ગિરિવરધારી કુંજબિહારી શ્રીનાથજી

ભજમન મંગલકારી ક્રિશ્નમુરારિ શ્રીનાથજી

હરિ ૐ નમો નારાયણા , ૐ નમો નારાયણા

હરિ ૐ નમો નારાયણા, હરિ ૐ નમો નારાયણા


                                Mandiriya Suna Re-Lyrics-મંદિરીયા સૂના રે -ગુજરાતી લિરિક્સ

મંદિરીયા સૂના રે શ્રીનાથજી ની સેવા વિના

અંતરિયા તરસે રે શ્રીનાથજી ની ઝાંખી વિના .... મંદિરીયા સૂના રે

 

મારા ભાવ ભર્યા ચંદન રે શ્રીનાથજી જલ્દી આવો (૨)

હે વ્હાલા આવતા મોડું થાય નહિ રે , ચંદનીયા મારા સુકાઈ જશે.... મંદિરીયા સૂના રે

 

મારા ભાવ ભર્યા હારલા રે , શ્રીનાથજી જલ્દી આવો (૨)

હે વ્હાલા આવતા મોડું થાય ના રે , કે ફૂલડાં મારા કરમાઈ જાશે.... મંદિરીયા સૂના રે

 

મારી ભાવ ભરી સામગ્રી રે, શ્રીનાથજી જલ્દી આવો (૨)

વ્હાલા આવતા મોડું થાય ના રે , સામગ્રી મારી ઠંડી થાશે.... મંદિરીયા સૂના રે

 

મારી ભાવ ભરી ઝારી , શ્રીનાથજી જલ્દી આવો (૨)

વ્હાલા આવતા મોડું થાય ના રે , ઝારીજી  મારા ગંભીર બને.... મંદિરીયા સૂના રે

 

મારા ભાવ ભર્યા બિડલા  રે , શ્રીનાથજી જલ્દી આવો (૨)

વ્હાલા આવતા મોડું થાય ના રે , કે બિડલા મારા કરમાઈ જાશે.... મંદિરીયા સૂના રે

 

મારી ભાવ ભરી આરતી  રે , શ્રીનાથજી જલ્દી આવો (૨)

વ્હાલા આવતા મોડું થાય ના રે , કે દીવડા મારા ઝાંખા પડે.... મંદિરીયા સૂના રે