ભજન | શીલવંત સાધુને | નારાયણસ્વામી | ગંગાસતી | SHILVANT SADHU | NARAYANS...

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો;

રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..




સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;

સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…




વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;

અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….




પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;

પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….




સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;

ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને…

No comments:

Post a Comment